લોકો કહે છે કે હું તારા જેવી દેખાઉ છું. પરંતુ સામ્યતા માત્ર દેખાવ પુરતી છે, વ્યક્તિત્વની દ્રષ્ટિએ, હું તારા જેવી બિલકુલ નથી. હું તારા જેટલી જવાબદાર નથી. હું તારા જેટલી દયાળુ નથી. હું તારા જેવી કંપોઝ નથી. તારા જેવી મહેનતુ ,સીધી કે સરળ તો નહીં. મને બુદ્ધિ મળી હશે પણ હું તારા જેવી હોશિયાર નથી. મને શોખ વારસામાં મળ્યાં હશે પણ મારા પાસે તારા જેવો ક્લાસ નથી. મારામાં બોલવાની કુશળતા હોઈ શકે છે પણ મમ્મી, તારા જેવા વિચારની પ્રક્રિયા મને મળી નથી. 79 વરસે પણ તારી નવું જાણવા ની ધગશ, 17 વરસ ના યુવાન જેવી છે. તારા કરતા ઘણી અલગ છું મમ્મી ; તું હમેશાં વસાવડા અને વૈષ્ણવ કુટુંબની તમામે જવાબદારી ઉપાડવા આ ઉમરે પણ હસતા મોઢેથી તૈયાર જયારે હું *This is my boundary do not cross it" માં માન નાર . અને બસ એક અફસોસ એ છે કે હું કાશ તારા જેવી હોત Maa. જન્મદિવસની શુભેચ્છા સ્વસ્થ અને ફિટ રહે